દીકરીનું કિર્તન - માંની વ્યથા ગઢપણ માં મારું કોઈ નથી-ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે)નારી તું નારાયણી

Описание к видео દીકરીનું કિર્તન - માંની વ્યથા ગઢપણ માં મારું કોઈ નથી-ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે)નારી તું નારાયણી

ચાર ચાર માને દીકરા જન્મ્યા
દીકરી જન્મી એક ગઢપણમાં મારું કોઈ નથી...

પહેલો દીકરો વકીલ થયો
બીજો થયો છે પોલીસ ગઢપણમાં મારું કોઈ નથી...

ત્રીજો દીકરો ડોક્ટર બન્યો
ચોથો થયો છે ખેડૂત ગઢપણમાં મારું કોઈ નથી...

દીકરી તો મારી સાસરે ગઈ
મને આવ્યો છે તાવ ગઢપણમાં મારું કોઈ નથી...

પેલો ફોન દિકરા વકીલ ને કરિયો
મને આવે છે તાવ ગઢપણમાં મારું કોઈ નથી...

માવડી હું તો કેમ કરી આવું
ફાઈલોની લાગી ગઈ છે લાઈન ગઢપણમાં મારું કોઈ નથી...

બીજો ફોન દીકરા પોલીસને કર્યો
મને આવ્યો છે તાવ ગઢપણમાં મારું કોઈ નથી...

માવડી હું તો કેમ કરી આવું
ચોરોએ મચાવી છે દોડ ગઢપણમાં મારું કોઈ નથી...

ત્રીજો ફોન દીકરા ડોક્ટરને કર્યો
મને આવ્યો છે તાવ ગઢપણમાં મારું કોઈ નથી...

માવડી હું તો કેમ કરી આવું
દર્દીની લાગી ગઈ છે લાઈન ગઢપણમાં મારું કોઈ નથી...

ચોથો ફોન દીકરા ખેડૂતને કર્યો
મને આવ્યો છે તાવ ગઢપણમાં મારું કોઈ નથી...

માવડી હું તો કેમ કરી આવું
ખેતરમાં પાકી ગયો છે પાક ગઢપણમાં મારું કોઈ નથી...

પાંચમો ફોન મારી દીકરીને કર્યો
મને આવ્યો છે તાવ ગઢપણમાં મારું કોઈ નથી...

દિકરી મારી દોડી દોડી આવી આંખે આંસુડા ની ધાર ગઢપણમાં મારું કોઈ નથી...

દીકરી તો મારી ગઢપણ નો સહારો
દીકરીએ કરી માની સેવા ગઢપણમાં મારું કોઈ નથી...

નારી તું નારાયણી જગમાં કહેવાય છે
દીકરીને દીકરો સરખા ગણાય છે
સૌના કર્યા કર્મ ભોગવાય આ કૃષ્ણની વાણી છે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке