ગોપી મીઠાં ગોરસડા તારા તારી મટુકીમાં મન મોહ્યા મારા - અરુણાબેન (કિર્તન લખેલું નીચે છે)

Описание к видео ગોપી મીઠાં ગોરસડા તારા તારી મટુકીમાં મન મોહ્યા મારા - અરુણાબેન (કિર્તન લખેલું નીચે છે)

હાં રે ગોપી મીઠાં ગોરસડા તારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...
હાં રે ઈ તો લાગે અમૃત ની ધારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...

તારી ચટકતી ચાલ
તારું નમણું એવું નાક
તારી ચૂંદડીમાં ચમકે તારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...
હાં રે કાન કાળા તું મેલ હવે ચાળા
મને જાવા દે મોરલી વાળા

હાં રે મારે જાવાનું નિત્ય
તારી અવળી છે રીત
રોજ રોકે છે ગાયોના ગોવાળા
મને જાવા દે મોરલી વાળા
હાં રે ગોપી મીઠાં ગોરસડા તારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...

તારી અણિયાળી આંખ
નથ શોભે તારે નાક
તારે પાયલ ઝાંઝર ઝણકારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...
હાં રે ગોપી મીઠાં ગોરસડા તારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...

હાં રે દાણ મહિડા નાં હોય
નથી દેનારું કોઈ
હાં રે તેથી ફાવ્યા છે નંદજીના લાલા
મને જાવા દે મોરલી વાળા
હાં રે ગોપી મીઠાં ગોરસડા તારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...

લઈ મહીં કેરા માટ
જોતી મથુરા ની વાટ
ક્યાં મેલ્યા સહિયર સથવારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...
હાં રે ગોપી મીઠાં ગોરસડા તારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...

નથી નંદજીનું રાજ
રાજા કંસ મહારાજ
તારે ભરવા પડશે ઉછાળા
મને જાવા દે મોરલી વાળા
હાં રે ગોપી મીઠાં ગોરસડા તારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...

નહીં જાવા દઉં આજ
ભલે પડી જાય સાંજ
હાં રે આડા ઊભા ગોવાળિયા તારા
તારી મટુકીમાં મન મોહ્યા મારા
હાં રે ગોપી મીઠાં ગોરસડા તારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...

તને કોઈની નથી બીક
હવે સમજે તો ઠીક
કહું કર જોડી ગોવિંદ ગોપાળા
મને જાવા દે મોરલી વાળા
હાં રે ગોપી મીઠાં ગોરસડા તારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...

દાસ ગોવિંદ નાં નાથ
મારી મટુકી પર હાથ
તોય ગોપીઓ ને લાગે પ્રભુ પ્યારા
મને જાવા દે મોરલી વાળા
હાં રે ગોપી મીઠાં ગોરસડા તારા
તારી મટુકી માં મન મોહ્યા મારા...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке