ભજન નીચે લખ્યું છે. મોરિયા લાડું ખાવા આવતો રહે જે રે. શ્રી સખીભજન મંડળ. અલકા ગોહિલ. વડોદરા.

Описание к видео ભજન નીચે લખ્યું છે. મોરિયા લાડું ખાવા આવતો રહે જે રે. શ્રી સખીભજન મંડળ. અલકા ગોહિલ. વડોદરા.

મોરિયા ઓ મોરિયા. (2)
મોરિયા તું લાડું ખાવા આવતો રહેજે રે.
ઘર છે મારુ કૈલાસ જેવુ ગમશે તને રે.
હું તો પ્રેમથી લાડું બનાવ્યાં તારા માટે રે.
હું તો કોળિયા ભરાવુ તને મારા હાથે રે.
તારી સાથે....(2) રિધ્ધિ સિધ્ધિ લાવતો રહેજે રે...ઘર છે મારુ કૈલાસ જેવું ગમશે તને રે.
હું તો હોશથી દુવૉ લાવી તારા માટે રે.
હું તો પ્રેમથી ચઢાવુ તને મારા હાથે રે.
દુવૉ સાથે..(2) ફળ લાવી બેસી જાજો રે
ઘર છે મારુ કૈલાસ જેવું ગમશે તને રે.
હું તો સોનાનો મુગટ લાવી તમારા માટે રે.
હું તો મુગટ લાવી સાથે રૂડી માળા લાવી રે
આવીને પહેરો....(2) દાદા તમે આવો રે
ઘર છે મારુ કૈલાસ જેવું ગમશે તને રે
મોરિયા બાપા મોરિયા...
મોરિયા તું લાડું......
તમે વિઘ્નો કાપો દાદા ભક્તો તણા રે.
તમે તો સવૅ કાર્ય કરો ભક્તો તણાં રે.
શુભ કરો,સારૂ કરો,દર્શન આપો રે
ભક્તોને...(2) પાર ઉતારો ગજાનંદ પ્યારે રે
મોરિયા દાદા મોરિયા(2)
મોરિયા તું લાડું ખાવા આવતો રહેજે રે
ઘર છે મારું કૈલાસ જેવું ગમશે તને રે. (2)

Комментарии

Информация по комментариям в разработке