New Krishna Kirtan 2023 | ગીતાજી ના જ્ઞાનની કહાની (લખેલું છે)| Geeta Saar - એક વાર જરૂરથી સાંભળજો

Описание к видео New Krishna Kirtan 2023 | ગીતાજી ના જ્ઞાનની કહાની (લખેલું છે)| Geeta Saar - એક વાર જરૂરથી સાંભળજો

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.

Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  


====== ગીતાજી ના જ્ઞાનની કહાની ======

આ ગીતા જ્ઞાનની કહાની છે
આવી કૃષ્ણ પ્રભુજીની વાણી છે

રણભૂમિમાં અર્જુનને સમજાવી છે
કલ્યાણ સદા કરનારી છે

કહે અર્જુન સંભાળ ધ્યાન ધરી
આ મમતા છે બધી દુઃખ ભરી

એ જનમ જનમ તારનારી છે
આવી કૃષ્ણ પ્રભુજીની વાણી છે

તારા માતા પિતાની ને નારી છે
એની પ્રીત જગતથી ન્યારી છે

એ અંત સમયે ફરનારી છે
આવી કૃષ્ણ પ્રભુજીની વાણી છે

આ જગતમાં કોઈનું કોઈ નથી
કોઈની સાથે કોઈ મારતું નથી

એ તનમનની બીમારી છે
આવી કૃષ્ણ પ્રભુજીની વાણી છે

સુખ દેનાર માનવ જયારે મરે
એની પાછળ સર્વે રુદન કરે

એ સર્વે જીવનની કહાની છે
આવી કૃષ્ણ પ્રભુજીની વાણી છે

જે જીવ જગતમાં જનમ ધરે
દુઃખી માનવના એ કલ્યાણ કરે

એ અંત સમયની કમાણી છે
આવી કૃષ્ણ પ્રભુજીની વાણી છે

તું સર્વે જગતને છોડી દે
એક મારામાં ચિત્ત જોડી દે

આ રીત સદા કલ્યાણી છે
આવી કૃષ્ણ પ્રભુજીની વાણી છે

જે જન આ ગીતનો પાઠ કરે
એ ભવસાગરને પાર કરે

ગીતાના શરણમાં શાંતિ સમાણી છે
આવી કૃષ્ણ પ્રભુજીની વાણી છે

કહે ભક્તો અંતર્યામી પ્રભુ
તારું વરસાવી દે વાલ પ્રભુ

તારે ચરણે ચિત્ત જોડાવી દે
આવી કૃષ્ણ પ્રભુજીની વાણી છે

આ ગીતા જ્ઞાનની કહાની છે
આવી કૃષ્ણ પ્રભુજીની વાણી છે

રણભૂમિમાં અર્જુનને સમજાવી છે
કલ્યાણ સદા કરનારી છે

#સત્સંગ #mahilamandal #viralsong #gujaratikirtan #satsang_world #કીર્તન #gujaratisong #geetasaar #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #krishnakirtan #lofisong #viral

Комментарии

Информация по комментариям в разработке