ગાલિબ જન્મદિવસની ઉજવણી ॥ ગાલિબની ગઝલોનો ગુજરાતીમાં આસ્વાદ ॥ રઈશ મનીઆર ॥ ગાલિબનામા

Описание к видео ગાલિબ જન્મદિવસની ઉજવણી ॥ ગાલિબની ગઝલોનો ગુજરાતીમાં આસ્વાદ ॥ રઈશ મનીઆર ॥ ગાલિબનામા

મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે
પ્રયાસોની આ તાલાવેલી ન હોતે!
છે બાંધેલી મુદ્દતથી જીવન આ રોચક
મરણ વિણ સફર રસભરેલી ન હોતે
આ મજાનું મુક્તક ગુજરાતી કવિનું મુક્તક છે? મારું છે? જી ના. આ તો ગાલિબના શેરનો માત્ર ભાવાનુવાદ છે. મૂળ શેર આ રહ્યો.
हवस को है नशात-ए-कार क्या क्या
न हो मरना, तो जीने का मज़ा क्या
બીજું એક મુક્તક જુઓ
ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી
એ ડરે જેમ પાણી જોવાથી
એમ કરડી ગયો મને માણસ
હું ડરું છું હવે અરીસાથી
આ સાવ નવો વિચાર કોઈ આધુનિક ગુજરાતી કવિનો લાગે છે ને? પણ એમ નથી. આ તો ગાલિબનો શેર છે. ફારસી શબ્દોથી ભરેલો મૂળ શેર આ રહ્યો, જેનો આ ભાવાનુવાદ છે
पानी से सग-गज़ीदा डरे जिस तरह 'असद'
डरता हूँ आइने से कि मर्दुम-गज़ीदा हूँ
હવે આ મુક્તક જુઓ
આવડે છે એને પૂછવાની કળા
‘કેમ છો’ પૂછે છે ભરચક શહેરમાં
હોય કહેવાનું ઘણું પણ થાય કે
શું હવે કહીએ બધું જાહેરમાં?
આ પણ ગાલિબના જ આ શેરનો ભાવાનુવાદ છે.
समझ के करते हैं बाज़ार में वो पुर्सिश-ए-हाल

कि ये कहे कि सर-ए-रहगुज़र है क्या कहिए
ભાષાના અંતરાય વગર ગાલિબને ગુજરાતીમાં માણવાનો અવસર
ભાષાની ભિન્નતા ન રહી દરમિયાનમાં
ગાલિબનું અવતરણ થયું મારી જુબાનમાં


મિર્ઝા ગાલિબ
223મો જન્મોત્સવ
ગાલિબ જીવન અને કવન
રઈશ મનીઆર 🎈

Комментарии

Информация по комментариям в разработке