મીઠો છાંયડો છે મારા બાપનો || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા|| ગણેશા કિર્તન

Описание к видео મીઠો છાંયડો છે મારા બાપનો || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા|| ગણેશા કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન ______________
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે
મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
આંગળિ પકડી તી મારા બાપ ની રે લોલ
ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે શીલે ચડાવ્યો મને ચાલતા રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે........
ટુકડા માંથી ટુકડો ઇતો આપતા રે લોલ
ભુખ્યો સુવડાવ્યો નહીં દીન રાત રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે........
પીતા છે પ્રેમ તણી અવષધી રે લોલ
હે દર્દ કરે પલમાં ઇતો દુર રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે......
મહેનત મજૂરી કરી ને મોટા કર્યા રે લોલ
હે જોયું નહિ એણે દીવસ ને રાત રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે.......
ફાટેલાં કપડાં માં રૂડો શોભતો રે લોલ
હે દીકરો મારો કાલે મોટો થાય રે એવા હૈયા માં કોડ રાખી ડોલતો રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે......
શીતળ છાંયા છે મારા બાપ ની રે લોલ
ઈન્દ્ર કહે મને પણ એની આશ રે એવો છાંયે પડછાયો ઇતો નહીં મળે રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે....હ
પલમાં છોડી ને અમને ચાલ્યા રે લોલ
હે વિદાય તમારી વીસરી નો વીસરાઈ રે એવો મીઠડો છાંયડો છે મારા બાપ નો રે લોલ
હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠડો છાંયડો છે મારા બાપ નો રે લોલ

Комментарии

Информация по комментариям в разработке