||Tamthi Lagi Prit|| Nenu No Shangar Sequence || Swaminarayan Kirtan ||

Описание к видео ||Tamthi Lagi Prit|| Nenu No Shangar Sequence || Swaminarayan Kirtan ||

Writer: Swami Brahmananda
Music: Rucha - Krishna Dave
Singer: Rucha Dave
Flute & Video: Krishna Dave

Lyrics:
નાગર નંદનારે, મારે તમથી લાગી પ્રીત;

તમથી લાગી પ્રીત, મારું ચોરી લીધું ચિત્ત... ꠶ટેક

ફૂલનો તોરો સુંદર ફાવ્યો, પાઘનો આવ્યો તાલ;

પાતળિયા અતિ લાગે છે પ્યારાં, લટકાં તારાં લાલ... નાગર꠶ ૧

મોતીડાંના હારની શોભા, વર્ણવી નવ જાય;

ખાંતીલા તારી આવીને ખૂંતી, મૂરતિ અંતરમાંય... નાગર꠶ ૨

અધર ઉપર જાણે કુમકુમ ઢળિયું, દાડમ કળીયું દાંત;

બ્રહ્માનંદના વા’લમા તમથી, ખેલ કર્યાની ખાંત... નાગર꠶ ૩.

Комментарии

Информация по комментариям в разработке