Mari Benine Saiyam Aapo | Saiyam Song | Sheth Parivar | Jatin Bid

Описание к видео Mari Benine Saiyam Aapo | Saiyam Song | Sheth Parivar | Jatin Bid

Matushri Ranjanben Bharatbhai Shantilal Sheth family,
is Musically Presenting
The Memories Of Celebration For the Saiyam pathway....
Of The Lovely Daughter Pompiben & Her Family
................................
Lyrics: Sheth Kiranbhai
Voice: Jatin Bid
Music: Hardik Pasad
................................
પ્રભુ એક અરજી તમને કરૂં છું,
અમારી બેનીને સંયમ આપો,
પ્રતીક્ષા કરી છે, વર્ષોથી એણે,
પરીક્ષા કરીને હવે તો ન માપો

સંસાર આખો, છે દુઃખદાઈ,
સંયમનો માર્ગ છે, એક સુખદાઈ (૨)
ધન્ય ક્ષણોને હવે તો બતાવો,
સાચા ગુરુનો ભેટો કરાવો, વ્હાલસોઈને.....

તક આ મળી છે, ભવ સાધવાની
સાધક બનીને, આરાધવાની (૨)
ચારિત્ર દઈને, હવે તો ઉગારો,
શીઘ્રતાએ એને મોક્ષે પહોંચાડો, મારી પ્યારીને.....

લાડકોડથી અમે એહને ઉછેરી,
આંખો અમારી બની મોહઘેલી
કર્યા અંતરાયો અમે કાંટાઓ વેરી
દીક્ષામાર્ગ રોક્યો એનો બની ધર્મવેરી
હવે અમ આંખે વૈરાગ વાવો,
કૃપા કરી અમને, સન્માર્ગે વાળો, લાડકડીને.....

Комментарии

Информация по комментариям в разработке