અમે પારેવડાં રે ગુરુજી નાં ધામના || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Описание к видео અમે પારેવડાં રે ગુરુજી નાં ધામના || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન _______________
અમે પારેવડા રે ગુરુજીના ધામના
ઉડી ઉડી ને અમે આવ્યા પારેવડા રે ગુરુજીના ધામના
મોહ ભરેલા વનમાં અમે અટવાણા
અંધારી રાતડી ના પંથડા ભુલાણા
પારધીએ ઝાળમાં ફસાવ્યા પારેવડા રે ગુરુજીના ધામના
ત્રિવીધ તાપમાં તનડા શેકવામાં
દુઃખના જાણે ડુંગર ખડકાણા
વાસનાના વેરીએ રીબાવ્યા પારેવડા રે ગુરુજીના ધામના
પૂર્વ તણા પુણ્ય કાંઈ ઉઘાડ્યાં અંધારીયા
ગુરુદેવના ચરણ સ્વીકાર્યા
મારા સદગુરુ દેવે છોડાવ્યા પારેવડા રે ગુરુજીના ધામના
સત્સંગ ઋપી ચબૂતરે આવ્યા
શિવજીના નામની ચણને ચણાવ્યા
આનંદધામે ઉડાવ્યા પારેવડા રે ગુરુજીના ધામના
આપના બાળકો અરજ ગુજારે
સંસાર સાગર થી પાર ઉતારો
ભવના બંધન છોડાવે પારેવડા રે ગુરુજીના ધામના
અમે પારેવડા રે ગુરુજીના ધામના
ઉડી ઉડી ને અમે આવ્યા પારેવડા રે ગુરુજીના ધામના

Комментарии

Информация по комментариям в разработке