ગણેશ પ્યારા લાડુ ખાવા આવતા રેજો રે ઘર છે મારું કૈલાશ જેવું (થાળ) - ઉષ્મા બેન (થાળ લખેલો નીચે છે)

Описание к видео ગણેશ પ્યારા લાડુ ખાવા આવતા રેજો રે ઘર છે મારું કૈલાશ જેવું (થાળ) - ઉષ્મા બેન (થાળ લખેલો નીચે છે)

ગણેશ તમે લાડુ ખાવા આવતા રેજો રે
ઘર છે મારું કૈલાશ જેવું ગમશે તમને રે

હું તો પ્રેમથી લાડુ બનાવું તમારે માટે રે
હું તો કોળિયા ભરાવું તમને મારે હાથે રે
તમારી સાથે રિદ્ધિ સિદ્ધિ લાવતા રેજો રે
ઘર છે મારું કૈલાશ જેવું ગમશે તમને રે...

હું તો હોશ થી તમારા માટે દુર્વા લાવી રે
એને પ્રેમથી ચડાવું તમને મારે હાથે રે
દુર્વા સાથે ફળ ધરું બેસી જાજો રે
ઘર છે મારું કૈલાશ જેવું ગમશે તમને રે...

મેં તો સોનાના મુગટ લીધા તમારે કાજે રે
મેં તો મોતીની માળા લીધી તમારે કાજે રે
હે જી મુગટ માળા પેરવા તમે આવતા રેજો રે
ઘર છે મારું કૈલાશ જેવું ગમશે તમને રે...

વિઘ્નહરો દાદા તમે ભક્તો તણા રે
સર્વે દેવોમાં પેલા તમે બિરાજો રે
ગણેશ પ્યારા અમને તમે પાર ઉતારો રે
ઘર છે મારું કૈલાશ જેવું ગમશે તમને રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке