ભગવાનને પણ બે ઘડી સાંભળવાનું મન થાય તેવું શ્લોક સાથે ભજન જરૂરથી સાંભળજો (નીચે લખેલું છે)

Описание к видео ભગવાનને પણ બે ઘડી સાંભળવાનું મન થાય તેવું શ્લોક સાથે ભજન જરૂરથી સાંભળજો (નીચે લખેલું છે)

મારા ભજનમાં આવો નંદલાલ ભજન મારા કેવા છે
તને લાગે છે ભજનનો રંગ ભજન મારા એવા છે

હું તો ગંગા જમુના જળ લાવી
એમાં કેસર ઘોળીને લાવી
તને સ્નાન કરાવો નંદલાલ ભજન મારા એવા છે

ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમનવતી વેદિકા શિપ્રા વેદવતી મહાસુર નદી ખ્યાત જ્યાં ગંદકી પૂર્ણા પૂર્ણ જલય સમુદ્ર સહિતા કુરવંતું મેં મંગલમ

મારા ભજનમાં આવો નંદલાલ ભજન મારા કેવા છે
તને લાગે છે ભજનનો રંગ ભજન મારા એવા છે

હું તો કંકુ ચોખા લઈ આવી
સાથે ચંદન લઈને આવી
તને તિલક કરાવું નંદલાલ ભજન મારા એવા છે

કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર મૌ કીતકમ કરત લે વેણુ કરે કંકણ સર્વાંગી હરી ચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપ શ્રી પરિવેશઠિ તા વિજય તે ગોપાળ ચુડામણી

મારા ભજનમાં આવો નંદલાલ ભજન મારા કેવા છે
તને લાગે છે ભજનનો રંગ ભજન મારા એવા છે

તો આવે તો રામધૂન બેસાડું
રામજી ના ગુણલા ગૌરવુ
મન્ડાઉ રામાયણ ના પાઠ ભજન મારા એવા છે

આદો રામ તપોવનમ્ દ્વિગમનમ હતવામૃગમ કંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણ વાલી ની ગ્રહણ સમુદ્ર તરણમ લંકા પુરી દહન શ્રોતાએ હનનમ કુંભકર્ણ મરણમ એ તે શ્રી રામાયણ

મારા ભજનમાં આવો નંદલાલ ભજન મારા કેવા છે
તને લાગે છે ભજનનો રંગ ભજન મારા એવા છે

તો આવે તો સરસ્વતી બેસાડો
મંગળ ગીતો રૂડા ગવડાવો
તને સંભળાવું વીણા ના સુર ભજન મારા એવા છે

શુક્લા બ્રહ્મ વિચાર ચાર પરમા માધ્યમ જગત વ્યાપીનીમ વીણા પુસ્તક ધારીનીમ ભય દામ જાયાનધક્રા પહમ હસતે સ્ફટિક માલિતામ વિદધતિમ પદ્માસને સંસ્થિતા મ વંદે તા પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદામ શારદા મ

મારા ભજનમાં આવો નંદલાલ ભજન મારા કેવા છે
તને લાગશે ભજનનો રંગ ભજન મારા એવા છે

મારે દર્શન તમારા કરવા છે
ગુણલા તમારા ગાવા છે
હું તો નળી લળી લાગુ પાય ભજન મારા એવા છે

કરારવિંદે ના પદાર વિનદે મુખારવિંદે વિનિવેશયન્ટમ વટસ્ય પત્રસ્ય શ પુટેશ્યનમ બાલમુકુન્દ મનસા સ્મરામિ
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ

મારા ભજનમાં આવો નંદલાલ ભજન મારા કેવા છે
તને લાગશે ભજનનો રંગ ભજન મારા એવા છે

મારે ભોળાનાથને ભજવા છે
મારે ગૌરી ગણેશને નમવું છે
મારે આરતી એની કરવી છે
એનો પરિવાર પૂરો પૂજાય ભજન મારા એવા છે

મારા ભજનમાં આવો નંદલાલ ભજન મારા એવા છે

Комментарии

Информация по комментариям в разработке