અષાઢી બીજ નિમિત્તે - વાલા જગન્નાથપુરીમાં ઝાલર વાગિયું રે - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)

Описание к видео અષાઢી બીજ નિમિત્તે - વાલા જગન્નાથપુરીમાં ઝાલર વાગિયું રે - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)

આ કિર્તનનાં શબ્દો રસીલાબેન અણઘણ(કૃષ્ણ મંડળ)એ લખ્યા છે...અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ...🌹🌹🌹🌹🌹🙏🙏🙏

કિર્તન નાં શબ્દો -
વાલા જગન્નાથપુરીમાં ઝાલર વાગીયું રે
આવી રૂડી અષાઢી બીજ ઉજવાય
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

મારો વાલો મોસાળે જાય છે રે
વીરા બળભદ્રને સુભદ્રાબેન સાથ છે રે
ત્રણેય ભાઈ બેન આવ્યા છે મોસાળ
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

પંદર દિવસ પ્રભુ મામા ઘેર રોકાઈ ગયા રે
સોળમા દિવસે માગે તે વિદાય
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

મામા એ મોસાળું બહુ કર્યું રે
ભાણેજ ને આપ્યા છે હીર ને ચીર
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

વાલા ના મામાએ રથડા જોડીયા રે
એમાં બેઠા છે ત્રણેય ભાઈ બેન
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

બેય બાજુ બેય ભાઈ બેસીયા રે
વચમાં બેઠા છે સુભદ્રા બેન
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

વાલો નગરમાંથી નીસરીયા રે
સૌ ભક્તો હાંકે છે એનો રથ
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

ભક્તોને દર્શન દેવાને મંદિર આવીયા રે
વાલાથી રૂક્ષ્મણી જી રિસાઈ ગયા રે
રાણી ના ખોલે મંદિરના દ્વાર
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

પ્રભુ આજની રાત તમે બહાર રહો રે
નહીં આવવા દઉં મંદિર માંય
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

તમે બેની સુભદ્રા ને લઈ ગયા રે
અમને ના લઈ ગયા કેમ સાથ
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

પ્રભુ એક રાત મંદિરની બહાર રહ્યા રે
બીજે દિવસે ખોલ્યા છે કમાડ
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

વાલા ભાવ થી કૃષ્ણ મંડળ ગાય છે રે
અમને દેજો ચરણોમાં વાસ
વાલા જગન્નાથપુરી માં ઝાલર વાગીયું રે
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке