🌺 ભક્તો રથયાત્રા નું સુંદર ભજન લાવ્યા છે 🌺(લખેલું છે) મંજુબેન 6352384137

Описание к видео 🌺 ભક્તો રથયાત્રા નું સુંદર ભજન લાવ્યા છે 🌺(લખેલું છે) મંજુબેન 6352384137

(રાગ) પ્રભુ હું તો માંગુ ને એટલું દેજો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભક્તો રથડા શણગારી લેજો
જગતના નાથ આવે રે લોલ. (૨)

હારે કોઈ આંગળા સજાવી લેજો
બલભદ્ર વીરા આવે રે લોલ

હારે કોઈ કુમકુમ ના થાળ ભરી લાવો
સુભદ્રાબેની આવે રે લોલ

આવે આવે અષાઢી બીજ ના દાડા કે
રથના એંધાણ આવે રે લોલ

રથમાં બેઠા છે જગતના નાથજી
સાથે બેઠા છે ભાઈ બલભદ્ર
વચમાં બેઠા છે સુભદ્રાબેન
જુવો કેવા શોભી રહ્યા રે લોલ

ભક્તો રથડા શણગારી....

જીણી જીણી રજ શેરીએ ઉડે છે
રજથી પ્રભુ મારા શામળા થયા છે
રજની થઈ છે ઝાકમ ઝોળ
પ્રભુ મારા આવી રહ્યા રે લોલ

હવે આવે અષાઢી બીજ ના દાડા....

મામાના ઘર બહુ વાલા લાગે છે
મામા એ જાજેરા માન દીધા છે
ભાઈ બહેન ને મામા ના ઘર ની મોજ
પ્રભુ મારા આવી રહ્યા રે લોલ

આવે આવે અષાઢી બીજ....

રથડા મોસાળ થી પાછા આવે છે
નીજ મંદિરમાં કેવા સોહાય છે
બાંધ્યા આસોપાલવના તોરણ
પ્રભુ મારા શોભી રહ્યા રે લોલ

ભક્તો રથડા....

મારા આંગણિયે રંગોળી પુરાવુ
વિધ વિધ જાતના ફૂલડાં વેરાવુ
રથડે બેસીને આવે મારો નાથ
જોવા લોકો ટોળે વળ્યા રે લોલ

ભક્તો રથડા શણગારી લેજો...
🚩🚩🚩🚩🚩🙏🙏🚩🚩🚩🚩🚩
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке