🌹આંસુ આવે એવું કૃષ્ણ સુદામા નું ભજન 🌹 (લખેલું છે)શાંતાબેન

Описание к видео 🌹આંસુ આવે એવું કૃષ્ણ સુદામા નું ભજન 🌹 (લખેલું છે)શાંતાબેન

એક રે ગુરુ ના બે ચેલા થયા
લખ્યા એના જુદા જુદા લેખ રે
એક રે ગુરુના બે ચેલા થયા

દ્વારિકા નો નાથ કનૈયો રાજા
સુરદા મને જમવા નથી જુવાર રે
એક રે ગુરુના બે ચેલા થયા

દ્વારિકાના નાથ ના ભંડાર ભર્યા
સુદામાને જમવા નથી જુવાર રે
એક રે ગુરુના બે બે ચેલા થયા

સુદામા ની પત્ની એવી વિનવે
જાવ નાથ દ્વારિકા મા જાવ રે
અમર સુદામાની ઝોપડી

માંગીને લાવ્યા છે મુઠ્ઠી તાંદુલ
વારી એમાં સાત એવી ગાંઠ રે
અમર સુદામાની ઝોપડી

પોરબંદર થી સુદામા નીકળ્યા
મુખે રટતા કૃષ્ણ કૃષ્ણ નામ રે
અમર સુદામાની ઝૂપડી

દ્વારપાલ ને જોઈ સુદામા વિનવે
દ્વારિકા નો નાથ મારો મિત્ર રે
અમર સુદામાની ઝોપડી

જઈન મિત્ર ને કહેજો સુદામા આવ્યા
સુદામાનો સાદ વાલે સાંભળીયો
અમર સુદામાની ઝૂપડી

સોનાના હિંડોળે હરી ઝૂલતા
દડભળ મેલી એવી ડોટ રે
અમર સુદામાની ઝૂંપડી

કૃષ્ણ અને સુદામા એવા ભેટ્યા
રોવે એવા હૈયા ફાટ હૃદયે રે
અમર સુદામાની ઝોપડી

રૂક્ષ્મણી એ ઉના પાણી મેલ્યા
વાલો મારો ચરણ પખારે રે
અમર સુદામાની ઝૂપડી

32 ભોજન થાળ માં પીરસ્યા
સુદામા ને સાંભળે એના બાળ રે
અમર સુદામાની ઝુંપડી

સુદામા તો પોરબંદરમાં ચાલ્યા
શોધે એની નાની એવી ઝોપડી
અમર સુદામા ની ઝૂંપડી

ઝૂપડી ના થયા મોટા મહેલ રે
અમર સુદામાની ઝૂંપડી

આંગણિયામાં જોયા તુલસી છોડવા
ત્યાં વસે છે શાલીગ્રામ રે
અમર સુદામાની ઝોપડી

અમર સુદામાની ઝૂંપડી

એક રે ગુરુના બે બે ચેલા
લખે એમના જુદા જુદા લેખ રે
અમર સુદામાની ઝૂંપડી
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan

Комментарии

Информация по комментариям в разработке