🌹આંસુડા આવે એવું ભજન🌹કાનુડા ને જઈને કહેજો 🌹(લખેલું)

Описание к видео 🌹આંસુડા આવે એવું ભજન🌹કાનુડા ને જઈને કહેજો 🌹(લખેલું)

કાનુડાને જઈને કહેજો એટલું રે લોલ. (૨)

એકવાર ગોકુળીયામાં જાય જો
કાનુડા ને જઈને કહેજો એટલું રે લોલ

માતા જશોદા બેઠા ડેલીએ રે લોલ
નથી લેતા અન્ન અને જળ જો
કાનુડાને જઈને કહેજો એટલું રે લોલ

કાનુડાને જઈને કહેજો....

નંદબાબા બન્યા જોને બાવરા રે લોલ
નથી લેતા ગાયોની સંભાળ જો
કાનુડા ને જઈને કહેજો એટલું રે લોલ

મારા કાનુડાને જઈને કહેજો એટલું રે લોલ

ગોવાળીયા ગાયો નથી ચારતા રે લોલ

નથી ખાતા માખણ મિસરી જો
કાનુડા ને જઈને કહેજો એટલું રે લોલ

હે મારા કાનુડાને જઈને....

ગોપીઓએ ઘરના કામ છોડ્યા રે લોલ
નથી લેતા બાળકની સંભાળ જો
કાનુડાને જઈને કહેજો એટલું રે લોલ

મારા કાનુડાને જઈને....

રાધાજી બેઠા વનવગડે રે લોલ
આંખે છે આંસુડાની ધાર જો
કાનુડાને જઈને કહેજો એટલું રે લોલ

હે મારા કાનુડાને......

નરસિંહ મહેતાના સ્વામી શામળા રે લોલ
સાદ સુનીને વહેલા આવજો
કાનુડા ને જઈને કહેજો એટલું રે લોલ

સખી મંડળ વાટ જોઈ રહ્યા રે લોલ
ક્યારે આવે મથુરા નો રાજા જો
કાનુડા ને જઈને કહેજો એટલું રે લોલ

મારા કાનુડાને....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
##કીર્તન #krishna #gujaratibhajan #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #ram #ramayan #rammandir #ayodhya #satsang_bhajan #kirtan #krishna ##satsang #bhakti

Комментарии

Информация по комментариям в разработке